બંધ થશે Jio ની આ સર્વિસ, ગ્રાહકોને થશે આ નુકસાન

જો તમે રિલાયન્સ જીઓના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વપૂર્ણ છે. જીયો યૂઝર્સને મળતી સુવિધા ક્યારેય પણ બંધ કરી દેવામાં આવશે. જો કંપની દ્વારા આ સુવિધા બંધ કરવામાં નહી આવે તો તેના માટે ગ્રાહકોએ વધારે પૈસા ચુકવવા પડશે.

રિલાયન્સ જીયોના પ્રાઇમ મેમ્બર ગ્રાહકોને મોબાઇલમાં ટીવી, સિનેમા, સમાચાર, મેગેઝીન, ગીત સહિત તમામ સુવિધાઓ મળે છે. પ્રાઇમ મેમ્બર માટે આ સુવિધા 31 માર્ચ 2018 સુધી ચાલશે. ત્યાર બાદ આ સુવિધા બંધ કરવામાં આવી શકે છે અથવા આ સુવિધાના લાભ માટે તમારે વધારાના પૈસા આપવા પડી શકે છે.

જો કે હજી સુધી જીયો કંપની દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમ છતાં પણ લોકોને એક પ્રકારની આશંકા છે કે 31 માર્ચ બાદ આ સર્વિસ બંધ થઇ શકે છે અથવા તો તેને લઇને વધારે પૈસા આપવા પડી શકે છે. જોકે આ બધા વચ્ચે જીયો ગ્રાહકો માટે ખુશખબરી પણ છે.

જીઓ પ્રાઇમ ગ્રાહકોને હવે વધારે 4જી ડેટા મળશે જેના તેઓને વધારે પૈસા પણ આપવા નહીં પડે. જિયોના 26 જાન્યુઆરીના રિપલ્બિક ડે ઓફ દ્વારા લોકો વધુ ડેટાનો લાભ લઇ શકે છે. પહેલા 449ના રિચાર્જ પર તમને 1 જીબી ડેટા પ્રતિદિવસ મળતો હતો જેને હવે વધારી દેવામાં આવ્યો છે.

હવે 449 રૂપિયાના રીચાર્જમાં તમને 94 દિવસની અવધિ મળશે તેની સાથે જ 136.5 જીબી ડેટા મળશે. એટલે કે પ્રતિદિવસ 1.5 જીબી ડેટા મળશે.
કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા