ડિજીટલ પેમેન્ટ કરનાર લોકો માટે સરકાર કરશે મોટી જાહેરાત

નવી દિલ્હી: જો તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ એપ દ્વારા ચુકવણી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સરકાર ડિજીટલ ચુકવણી કરનાર ગ્રાહકોને GST માં 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી રહી છે. જાન્યુઆરીમાં થનારી GST પરિષદની આગળની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રસ્તાવ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ માત્ર બિઝનેસ ટુ કન્ઝ્યૂમર લેણદેણ પર જ ઉપલબ્ધ થશે એ પણ એવા ઉત્પાદો અને સેવાઓ પર કે જેની પર GST નો દર 3 ટકા અથવા એનાથી વધારે છે. 2 ટકા ડિસ્કાઉન્ટમાં એક ટકા કેન્દ્રીય GST પર અને બીજા એક ટકા રાજ્ય GST પર થશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે એની પાછળનો વિચાર ડિજીટલ લેણદેણને પ્રોત્સાહન આપવાની છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો એનાથી ઔપચારિક અર્થવ્યવસ્થાનો આકાર વધારવામાં પ્રોત્સાહન મળશે કારણ કે ગ્રાહકો દુકાનદારોથી ડિજીટલ ચુકવણીના વિકલ્પોની માગ કરશે. એમને કહ્યું કે ચોરી પણ ઓછી થશે અને અનુપાલનના દરમાં પણ સુધારો થશે.

જો પ્રસ્તાવ લાગુ થાય છે તો ડિજીટલ તરીકેથી ચુકવણી કરનાર લોકો માટે GST નો પ્રભાવી દર 18 ટકાથી ઘટીને 16 ટકા થઇ જશે. જો કે ડિસ્કાઉન્ટની સીમા પ્રતિ લેણદેણ 100 રૂપિયા સુધી હશે. એનો અર્થ એ થયો કે 18 ટકાની શ્રેણીમાં સામેલ સામાન પર પ્રતિ લેણદેણ 5000 રૂપિયા સુધીની ખરીદી પર જ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા