સરકાર દ્વારા બિન અનામત વર્ગ નિગમની કામગીરીને અમલી બનાવવા કવાયત તેજ

બિન અનામત વર્ગ નિગમની કામગીરીને અમલી બનાવવા માટે સરકારે કવાયત તેજ કરી છે. આજે સચિવાલય ખાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વાસણભાઇ આહિર, ઇશ્વરભાઈ પરમાર, બિન અનામત વર્ગ નિગમના ચેરમેન બી.એસ ઘોડાસરા, સચિવ કે. જી.વણઝારા સહિત નાણા વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે બિન અનામત વર્ગ માટે શરૂ કરવામાં આવેલ કાર્યાલય બાદ સરકાર હવે નિગમ મારફતે આ કામગીરીની શરૂઆત કરશે. આજે નિગમ બન્યા પછી પ્રથમ બેઠક મળી હતી, જેમાં નિગમના સ્ટાફની ભરતી, ફાળવાયેલ બજેટની ચર્ચા, તેમજ બિન અનામત વર્ગનો સર્વે શરૂ કરવાના મુદ્દે ચર્ચા કરી હોવાના અહેવાલ મળ્યા છે. આ ઉપરાંત સહાય આપવા માટે ધારાધોરણો અને માળખાકીય સહાય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.આજની બેઠકમાં બિન અનામત વર્ગને એસસી-એસટી, ઓબીસી જેવી આર્થિક અને સરકારી સહાય કઇ રીતે આપી શકાય તે માટે વિશેષ ચર્ચા નીતિન પટેલે કરી હતી. સાથે-સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, રોજગારી માટે સહાય, તાલીમ, ઉદ્યોગ અને રોજગારી સર્જન માટે સહાય, લોન આપવા જેવી યોજના, વિદેશ જવા માટે સહાય માટે નાણાંની જોગવાઈની ચર્ચા, નિશ્ચિત ફંડ માટેની વ્યવસ્થા જેવા મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૨૦૧૯ના ઇલેક્શનને સરકારે ધ્યાનમાં રાખીને બિન અનામત વર્ગને લાભો આપવા કવાયત શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પાટીદાર આંદોલન બાદ સરકારે બિન અનામત આયોગની જાહેરાત કર્યા બાદ બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયોગના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન સમયે રૂપાણીએ કોંગ્રેસનું નામ લીધા વગર ટકોર કરી હતી કે, અમુક લોકો પૂર્વગ્રહથી પીડાતા હતા. સરકારની જાહેરાત બાદ ખાલી વાતો હોવાની અમુક લોકો જાહેરાત કરતા હતા, તેવા લોકોએ હવે અહીંયા આવીને સરકારનું કામ જોઈ જાય. રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી પહેલાં આપેલા વચનોનું પાલન કર્યું છે. બિન અનામત વર્ગના યુવકો સારી રીતે આગળ વધી શકે તે માટે આયોગની સ્થાપના કરવામાં આવી છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા