AIRTEL ની આવી ગઇ ધમાકેદાર ઓફર, 349 રૂપિયના રિચાર્જ પર 100% કેશબેક

નવી દિલ્હી: AIRTEL અને VODAFONE આ બંને કંપનીઓ JIOને ટક્કર આપવા માટે સકક નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. આ ક્રમમાં એરટેલ એક નવી ફેસ્ટિવલ સિઝન પર 100 ટકા કેશબેક ઓફર
લોન્ચ કરી છે. આ ઓફર 349 રૂપિયાના પ્લાન પર વેલિડ હશે અને આ લિમિટેડ પીરિયડ ઓફર છે. આ પહેલા આવી જ ઓફર જિયોએ પણ લોન્ચ કરી હતી જે 399 રૂપિયાના પ્લાન માટે હતી.

AIRTEL નો પ્લાન પણ થોડાક સમય માટે છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે આ ક્યારે પૂર્ણ થશે. એટલે કે આ ગમે ત્યારે પૂર્ણ થઇ શકે છે.

જાણો હવે આ ઓફર કામ કેવી રીતે કરી છે.
આ ઓફર ઘણી શરતો સાથે આવે છે. આ પ્રીપેડ કસ્ટમર્સ માટે છે અને આ કેશબેક એક વખતમાં નથી મળતું, પહેલા તો તમારે 349 રૂપિયા આપીને રિચાર્જ કરાવશો. ત્યારબાદ કેશબેક તરીકે તમને 349 રૂપિયા પરત કરવામાં આવશે. આ સાત ઇન્સ્ટોલમેન્ટમાં મળશે અને એના માટે 7 મહિના પણ લાગશે. આ ઓફર માટે યૂઝર્સને એરટેલ એપનો ઉપયોગ કરતાં એરટેલ પેમેન્ટ બેંતકથી રિચાર્જ કરવું પડશે.

સૌથી પહેલા તમને જણાવી દઇએ કે પહેલા મહિનામાં કોઇ રિફન્ડ મળશે નહીં. કેશબેક બીજા મહિનાથી મળવાનું શરૂ થશે. એક વખતમાં માત્ર 50 રૂપિયાની કેશબેક મળશે. ઉદાહરણ તરીકે દર મહિને 50 રૂપિયાની કેશબેક મળશે એટલે કે 7 મહિનામાં 349 રૂપિયાની પૂરી કેશબેક મળશે. આ ઓફર એરટેલ માય એપ પર ઉપલબ્ધ છે.

એરટેલના આ પ્લાન હેઠળ યૂઝર્સને 28 દિવસો સુધી દરરોજનું 1 GB 4G ડેટા મળશે. આ ઉપરાં કોઇ પણ નેટવર્ક પર લોકલ એસટીડી અનલિમિટેડ વોયસ કોલિંગ પણ મળશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા