જૂના TV ને આવી રીતે બનાવો સ્માર્ટ TV, Whatsapp-facebook બધું જ ચાલશે

ઇન્ડિયન માર્કેટમાં સ્માર્ટ ટીવીની કિંમત આશરે 35 થી 40 હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એવામાં સ્માર્ટ ટીવીને ખરીદવાનો પ્લાન દરેક લોકા કરી શકતાં નથી. જો કે એક ટ્રિક એવી છે જેની મદદથી ટીવીને સ્માર્ટ ટીનીમાં કન્વર્ટ કરી શકાય છે. એના માટે યૂઝર્સે માત્ર 1 હજાર રૂપિયાની આસપાસ ખર્ચ કરવા પડશે. આ ટ્રિકછી તમે ટીવીમાં ઇન્ટરનેટછી લઇને વ્હોટ્સઅપ, ફેસબુક અથવા અન્ય એપ્સ પણ રન કરશો. આટલું જ નહીં આ ટીવીથી ફોનને વાયરલેસ કનેક્ટ કરવામાં આવી શકે છે.

Tv ને સ્માર્ટ બનાવવા માટે ક્રોમ ડિવાઇસની જરૂર પડશે. આ ઓનલાઇન આશરે 1000 રૂપિયામાં મળી જશે. એને વાયરલેસ ક્રોમકાસ્ટ એરપ્લે ડોંગલ પણ કહેવામાં આવે છે.

ક્રોમ ડિવાઇસમાં HDMI પોર્ટ હોય છે. એવામાં જરૂરી છે કે તમારા જૂના ટીવીમાં આ પોર્ટ હોય. ટીવીમાં પોર્ટ છે તો ડિવાઇસને પ્લગ ઇન કરી દો.

ક્રોમ ડિવાઇસમાં પાવર માટે માઇક્રો USB પોર્ટ હોય છે. એમાં uSB કેબલ લગાવીને tv ના USB પોર્ટ અથવા એડોપ્ટમાં કનેક્ટ કરી દો.

હવે Tv ના HDMI પોર્ટમાં ક્રોમ ડિવાઇસ લગાવ્યું છે. એ પોર્ટને રિમાટથી સિલેક્ટ કરો. બની શકે છે કે પોર્ટની સામે ક્રોમકાસ્ટ લખેલું નજરે પડે.

હવે તમારા ફોનના cast વિકલ્પને on કરી દો. જો આ ફીચર ના હોય તો ક્રોમની એપ ઇન્સ્ટોલ કરો. આ ક્રોમ ડિવાઇસને સર્ચ કરીને કનેક્ટ કરી લે છે.

જ્યારે ક્રોમ ડિવાઇસ ફોન સાથે કનેક્ટ થઇ જાય છે ત્યારે ફોનની ડિસપ્લે ટીવી પર જોવા મળે છે. આ વાયરલેસ કનેક્ટિવિટી હોય છે.

હવે યૂઝર પોતાના ફોનમાં જે પણ કામ કરશે એ ફોનમાં જોવા મળશે. એટલે કે whatsapp, facebook, movie અથવા અન્ય વસ્તુઓ ટીવી પર દેખાશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા