જ્યારે કારની ચાવી અંદર જ રહી જાય, ત્યારે કામ આવશે આ 5 ટ્રિક્સ

આપણે ઘણી વખત જોતા હોઇએ છીએ કે કોઇક વખત ધ્યાન ના હોય તો કાર લોક કરી દઇએ છીએ અને ચાવી અંદર રહી જાય છે. જ્યારે આપણને ખબર પડે કે ચાવી અંદર રહી ગઇ છે ત્યારે આપણે હેરાન પરેશાન થઇ જઇએ છીએ. દરવાજો લોક થવા છતાં કેટલીક ટ્રિક્સથી ખુલી જશે.

1. લાંબો તાર લઇને ખોલો
દરવાજો લોક છે અને ચાવી અંદર છે તો ડરવાની કોઇ જરૂર નથી. તમે એક લાંબો તાર લઇને તેનો એક બાજુનો ભાગ હુકની તરફ ઊેન્ડ કરી દો. કારણ કે ડોર હેન્ડલ ખેંચવામાં સરળતા રહે. હવે દરવાજા વાળી બારીની રબર સ્ટ્રિપ્સ હટાવીને તારને અંદર નાંખો અને ડોક મેકેનિઝ્મની પિન ઉપર ખેંચો. એનાથી દરવાજો સરળતાથી ખુલી જશે.

2. જૂતાની દોરી આવશે કામ
તમને જાણીને હેરાની થસે કે જૂતાની દોરીથી કારના બંધ દરવાજાને ખોલી શકાય છે. શૂ-દોરીને એક સરખી વાળીને એક ભાગ બીજામાં નાંખીને વચ્ચે એક આંગળીના ગેપથી એક ગાંઠ બાંધી દો. દરવાજાનો કાર્નરથી ધીરે-ધીરે અંદર નાંખતા લોકમાં ફસાવીને ઉપર ખેંચી લો. એનાથી કારનો દરવાજો સરળતાથી ખુલી જશે.

3. બ્લડ પ્રેશર કફ પણ કરી શકે છે મદદ
બંધ દરવાજા ખોલવામાં બ્લડ પ્રેશર કફ પણ કામ આવી શકે છે. એને દરવાજાથી અડધો અંદર નાંખીને બ્લેડર પ્રેસ કરો. કફમાં હવા ભરવાથી દરવાજામાં જગ્યા થઇ જશે. હવે એક લાંબો તાર નાંખીને ડોર લોક અથવા લોક બટન ઉપર ખેંચી લો. દરવાજો સરળતાથી ખુલી જશે.

4. ગ્લોસ રિપ હટાવીને
કારના દરવાજાની ગ્લોસ રિપ હટાવીને પણ ખોલી શકાય છે. રિપ હટાવ્યા બાદ એક લાંભી સ્કેલ અંદર નાંખો અને હેંન્ડલ નોબને દબાવવાનો પ્રયાસ કરો. દરવાજો ખુલી જશે.

5. લોક ના તોડશો
આટલો પ્રયત્ન કરવા છતાં જો તમારો દરવાજો ખુલતો નથી તો લોક તોડવાની જગ્યાએ નાનો કાચ તોડો નુકસાન ઓછું થશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા