ભાજપે કયા 20 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાનું નક્કી કર્યું? જાણો નામ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. જ્યારે 20 ઘારાસભ્યોને ટિકિટ આપવાનું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (રાજકોટ પશ્ચિમ), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (મહેસાણા), મંત્રી ગણપત વસાવા (માંગરોળ) અને વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરા(ઇડર)નું નામ મોખરે છે.

આ સિવાય પબુભા માણેક(દ્વારકા), પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), મધુ શ્રીવાસ્તવ(વાઘોડિયા), મોતીભાઈ વસાવા(ડેડીયાપાડા) અને ઇશ્વરસિંહ પટેલ(અંકલેશ્વર)નું નામ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ફાઇનલ માનવામાં આવે છે.

રાજેન્દ્ર ત્રિવેદી(રાવપુરા), નિર્મલા વાઘવાણી (નરોડા), દિલીપ ઠાકોર (ચાણસ્મા), જયેશ રાદડિયા (જેતપુર), જીતુભાઈ વાઘાણી(ભાવનગર પશ્ચિમ), અરૂણસિંહ રાણા(વાગરા), દુષ્યંત પટેલ(ભરૂચ), આત્મારામ પરમાર(ગઢડા), ચીમન સાપરરિયા (જામજોધપુર), બાબુ બોખીરીયા(પોરબંદર) અને હર્ષ સંઘવી (મજુરા,સુરત)નું નામ પણ ફાઇનલ માનવામાં આવે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા